અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ મુંબઈની બ્રીચ કેન્ડ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. દીકરીના જન્મ બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પુત્રી જન્મના વધામણા આપ્યા હતા અને તમામને પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી.અનુષ્કા તથા વિરાટ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા છે. હોસ્પિટલે પણ પોતાના સ્ટાફને કડક શબ્દોમાં સૂચના આપી છે કે તેઓ અનુષ્કાના રૂમની અથવા તો તેની દીકરીની એક પણ તસવીર ક્લિક ના કરે. હોસ્પિટલે પાછળની સાઈડ આવેલા દરવાજાથી જવાની ખાસ વ્યવસ્થા કરી આપી છે.અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શકે તેમ નથી. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નથી. આટલું જ નહીં હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવે છે.