કોરોનાથી રાહત મળતા હવે 100 ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS ઇલેક્ટ્રિક બસ સેવા જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી તેને ફરી શરૂ કરવામાં આવી છે. આજે સાંજે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટએ ઝંડી બતાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મેયર સહિતના હોદ્દેદારોએ બસમાં મુસાફરી પણ કરી હતી.