અમદાવાદની યુવતીનું FB એકાઉન્ટ હેક કરનારો સુરતથી ઝડપાયો

એફબી એકાઉન્ટ હેક કરવું ભારે પડી ગયુ

અમદાવાદની એક યુવતીનું ફેસબુક એકાઉન્ટને હેક કરીને બિભત્સ વાતો કરવાનુ સુરતના યુવાનને ભારે પડી ગયું છે. અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીનું ફેસબુક આઈડી પાસવર્ડ હેક કરી અન્ય લોકો સાથે બીભત્સ વાતો કરનાર સુરતમાં રહેતા પ્રણવ સરવૈયાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાઈબર ક્રાઈમના હાથે ઝડપાયેલો યુવક સુરતનો રહેવાસી છે અને હીરા ઘસવાનું કામ કરે છે. સમગ્ર કેસની વિગત એવી છે કે નવરંગપુરામાં રહેતી એક યુવતીએ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જોકે તેનો ઉપયોગ ઓછો કરતા પાસવર્ડ ભૂલી ગઈ હતી. બાદમાં તેણે એફબીનું નવું એકાઉન્ટ પણ બનાવ્યું હતું. થોડા સમય પહેલા જૂના એકાઉન્ટ પરથી તેના અન્ય મિત્રને મેસેન્જરમાં બીભત્સ વાત કરતો હોવાનું બહાર આવતા સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં યુવતીએ અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી આરોપી પ્રણવની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *