અમદાવાદમાં ૩૩પ કરોડના ખર્ચે નવા ૭ ફલાય ઓવરબ્રીજનું નિર્માણ

અમદાવાદ 14 ડિસેમ્બર 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.
અમદાવાદ મહાનગરમાં જે ૭ ફલાય ઓવર માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2×2 લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2×2 લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3×2 લેન)નો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ ર૦ ફલાય ઓવરબ્રીજ પૈકીના ૭ બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. ૩૩૫ કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ ફાળવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *