ફરી વાર બિગ બી રુપેરી પરદે આવી રહ્યા છે જેમાં અજય દેવગન પણ સાથે હશે. અજય દેવગન અને અમિતાભ બચ્ચન છેલ્લે સાત વરસ પહેલા પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં કામ કર્યું હતું. હવે ખુદ બીગ બીને અજય દેવગન ડાયરેક્ટ કરવાનો છે. બીગ બી ની સાથે આગામી ફિલ્મમાં અજય દેવગન પાયલટ રોલમાં જોવા મળશે. જેનું શૂટિંગ હૈદરાબાદમાં ડિસેમ્બરમાં શરૂ કરશે. અજય અને અમિતાભ આ પહેલા મેજર સાહેબ, ખાકી અને સત્યાગ્રહમાં સાથે જોવા મળ્યા છે. હવે આ બન્ને અભિનેતાની સાથે ચોથી ફિલ્મ છે. અજયની આ બીજી દિગ્દર્શિત ફિલ્મ હશે. અજયની શિવાયએ બોક્સ ઓફિસ પર એવરેજ કલેકશન કર્યું હતું. ફિલ્મ ભુજમાં પણ અજય દેવગન ઇન્ડિયન એરફોર્સના પાયલોટના પાત્રમાં જોવા મળવાનો છે. આ પહેલા અજયએ અમિતાભના પ્રોડકશનમાં બનેલી ફિલ્મ મેજર સાબના પણ થોડા દ્રશ્યો ડાયરેક્ટ કર્યા હતા.