અમેરિકાના જોર્જિયામાં એક જેટ પ્લેન ક્રેશ થઈ જતાં એક સાથે પાંચ લોકોના મોત થયા છે. આ જેટ પ્લેનમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા જે એક અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ભારત જઇ રહ્યા હતા.આ ઘટના બપોરના સમયે દક્ષિણ-પૂર્વ એટલાન્ટાથી 161 કિમીના અંતરે એક ગ્રામીણ વિસ્તારમાં બની હતી. ગ્રામીણના જણાવ્યા મુજબ આગ લાગેલુ પ્લેન ગણતરીની ક્ષણોમાં જ વિસફોટનું શિકાર બન્યુ. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટના પાછળ તપાસના આદેશ આપ્યા છે. જેટ પ્લેન જોર્જિયાના ગ્રામીણ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. દુર્ધટનામાં પ્લેનમાં સવાર તમામ વ્યક્તિઓના મોત થયા છે. જેટ પ્લેન એ ફ્લોરિડાથી ન્યૂકેસલ, ઇન્ડિયાના માટે ઉડાન ભરી હતી. સ્થાનિક ના જણાવ્યા અનુસાર ઉડાન ભરેલુ પ્લેન આગની જ્વાળાઓમાં આકાશમાં જ લપેટાયેલુ દેખાયું હતું.