અમેરિકાના કંસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળુ દબાવી હત્યા કરવા તેમ જ તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં દોષિત ઠરાવી મૃત્યુ દંડની સજા આપવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે આશરે 70 વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના બની છે કે જેમાં કોઈ મહિનાને મૃત્યુ દંડ અપાયો છે 52 વર્ષિય મહિલા કેદી લીસા મોંટગોમરીને ઈંડિયાના પ્રાંતના ટેરેહોટેની એક જેલમાં ઝેરનું ઈન્જેક્શન આપ્યા બાદ મૃત જાહેર કરાઈ હતી. આ કેસમા ખુદ સુપ્રીમ કોર્ટે પણ મૃત્યુદંડને મંજૂરી આપી હતી.આ અગાઉ ઈંડિયાનાના ટેરે હાઉતેમાં મોંટગોમરીના મૃત્યુદંડને અમલી બનાવવાનો હતો. પણ અમેરિકાની 8મી સર્કલ કોર્ટે તેની ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો. જોકે બાદમાં બુધવારે મૃત્યુદંડની સજા પર અમલ કરવામાં આવ્યો હતો. આ અગાઉ મોંટગોમરીની સજાને અટકાવવા માટે તેના વકીલોએ અને સંઘિય કોર્ટોમાં અરજીઓ દાખલ કરી હતી.