વરસો વીતી ગયા બાદ આખરે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થઈ શકે છે. રામ મંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ છે. જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમમોદીને પણ આમંત્રણ મોકલી આપ્યું છે. કરી છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મળેલી બેઠકમાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર સહિત 12 સભ્યો સામેલ થયા હતા. અયોધ્યામાં 161 ફુટ ઊંચું રામ મંદિર બનાવાશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસાની સિઝન છે આગામી સમયમાં પરિસ્થિતિ સામાન્ય થશે તો મંદિર નિર્માણમાં આર્થિક સહાયતા માટે દેશના 10 કરોડ પરિવારોનો સંપર્ક કરાશે 3 સાડા ત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ પુરુ થઈ જશે.