અશ્લીલ વેબ શો બદલ એકતા કપૂર અને બે અન્ય સામે ફરિયાદ થઈ

ટેલિવિઝન પ્રોડ્યુસર એકતા કપૂર તેમજ અન્ય બે લોકો વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં અશ્લીલ વેબ શો, ધાર્મિક લાગણી દુભાવવા અને રાષ્ટ્રીય પ્રતિકના અયોગ્ય ઉપયોગ બદલ ફરિયાદ દાખલ કરાઈ છે . વેબ સીરિઝ ત્રિપલ એક્સ સીઝન ટુ (XXX-2)ની પ્રોડ્યુસર એકતા કપૂર તેમજ અન્ય બે લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે આ વેબ શોના એક સીનમાં ભારતીય લશ્કરના યુનિફોર્મને વાંધાજનક રીતે દર્શાવવામાં આવ્યો છે. એકતા કપૂર ઉપરાંત વેબ શોના ડિરેક્ટર પંખુડી રોડ્રીગ્ઝ અને રાઈટર જેસિકા ખુરાના વિરુદ્ધ એફઆઈર દાખલ થઈ છે શુક્રવારે રાત્રે વાલ્મિક સાકારગયે તેમજ નીરજ યાજ્ઞિક, બન્ને ઈન્દોરના રહેવાસી, દ્વારા ફરિયાદ કરાઈ હતી. એકતા કપૂરની વેબ સીરિઝ પ્રોડ્યુસ કરતી કંપની અલ્ટ બાલાજી દ્વારા XXX-2નું પ્રસારણ કરાઈ રહ્યું છે જે અશ્લીલતા ફેલાવે છે તેમજ ધાર્મિક લાગણી પણ દુભાવે છે આ શોના એક સીનમાં દેશના રાષ્ટ્રીય પ્રતિકને પણ તદ્દન અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *