લોકડાઉનમાં પણ ભયજનક રીતે વધી રહેલો કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉન 17મે સુધી લંબાવી દીધુ છે. જેની સાથે સાથે સરકારે જાહેર-ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે કોન્ટેક્ટ ટ્રેકિંગ આરોગ્ય સેતૂ એપનો ઉપયોગ કરવાનું ફરજીયાત કર્યુ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપને અત્યાર સુધી 50 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરી લેવામાં આવી છે. બીજી તરફ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુને લઈને મોટો આક્ષેપ કર્યો છે.આરોગ્ય સેતુ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે આરોગ્ય સેતૂ એપને એક અંત્યાધુનિક જાસૂસી સિસ્ટમ તરીકે દર્શાવી છે. જે એક પ્રાઇવેટ ઓપરેટર દ્વારા આઉટસોર્સ છે અને એમાં કોઇ સંસ્થાગત નિરીક્ષણ કરાતુ નથી. તેમણે એ પણ આક્ષેપ કર્યા છે કે આ એપ માટે ગંભીર ડેટા સુરક્ષા અને ગુપનીયતા સંબંધી ચિંતાઓ છે. ટેકનોલોજી આપણને સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે, પરંતુ એક યૂઝરની સંમતિ વગર નાગરિકોને ટ્રેક ન કરવા જોઇએ, ભયના નામે ફાયદો ઉઠાવવો યોગ્ય નથી. કોરોના મહામારી દરમિયાન મદદરુપ આરોગ્ય સેતૂ એપ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેનો ઉદેશ કોરોના વાયરસ ફેલાવાની ચેનને તોડવાનો છે.