દુનિયામાં હાલમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 26 લાખ 21 હજાર 436 ને પાર કરી ગઈ છે અને 1 લાખ 82 હજાર 989 લોકોના મોત થયા છે. ત્યારે પાકિસ્તાન સરકારે રમઝાન દરમ્યાન મસ્જીદમાં નમાઝ અતા કરવાની મંજૂરી આપી છે પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. મોટાભાગના દેશમાં રમઝાન દરમ્યાન લોક ડાઉનની સ્થિતિ યથાવત રખાઈ છે ભારતમાં પણ કોઈ જગ્યાએ આ પ્રકારની છુટ અપાઈ નથી બીજી તરફ પાકિસ્તાન સરકારે મસ્જીદમાં નમાઝને મંજૂરી આપી છે. આ પહેલાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો