ઉત્તર પ્રદેશમાં એક કરોડનો પગાર મેળવનારી શિક્ષિકાની ધરપકડ

સમગ્ર દેશમાં કરોડપતિ શિક્ષિકાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જો કે આ શિક્ષિકા ઈમાનદારીથી નહી પણ બેઈમાનીથી નોકરી કરીને કરોડનો પગાર મેળવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ૨૫ સ્કૂલોમાં અભ્યાસ કરાવનારી અને ૧૩ મહિનામાં એક કરોડ રૂપિયાનો પગાર લેનારી શિક્ષિકા અનામિકા શુક્લા હવે પોલીસ સંકજામાં પહોચી ગઈ છે. શનિવારે કાસગંજ પોલીસે આ શિક્ષિકાની ધરપકડ કરી હતી. અનામિકા શુક્લા પર એક સાથે ૨૫ જિલ્લાની સ્કૂલોમાં નકલી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરી નોકરી અને પગાર મેળવવાનો આરોપ છે. ૨૫ જિલ્લાની સ્કૂલોમાં નોકરી કરનાર શિક્ષિકા અનામિકા શુક્લા શનિવારે કાસગંજ જિલ્લાની સ્કૂલમાં રાજીનામુ આપવા આવવાની બાતમી મળતાની સાથે કાસગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં અનામિકા શુક્લાએ કહ્યું કે તે હાલમાં ગૌંડાથી બીએડ કરી રહી છે. તેની નોકરી મૈનપુરી જિલ્લાની એક વ્યક્તિએ અપાવી હતી. તેનું નામ રાજ છે. આ સંદર્ભમાં અન્ય એક મહિલાની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *