નવી દિલ્હી/ લખનઉઃ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનો મૃતદેહ મોડી સાંજે ઘરે પહોંચ્યો હતો. પોલીસ સુરક્ષા વચ્ચે મૃતદેહને દિલ્હીથી ઉન્નાવ સ્થિત પીડિતાના ઘરે લાવવામાં આવ્યો હતો. મૃતદેહ લઇને પહોંચેલી પોલીસ અને પ્રશાસન અધિકારીઓએ રાત્રે જ પીડિતાના અંતિમ સંસ્કાર કરવા કહ્યું હતું. પરંતુ પીડિતાના પિતાએ અંતિમ સંસ્કાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની એક દીકરી પૂણેથી આવી રહી છે. તે આવી જશે પછી જ અંતિમ સંસ્કાર કરશે.