નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર, 2019, શુક્રવાર
આખરે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 4 જૂન 2017ના રોજ સગીરા પર બળાત્કાર ગુજારવા મામલે નભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદિપ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને સાથોસાથ 25 લાખનો દંડ પણ ફટકાર્યો છે એટલુ જ નહિ કોર્ટે પીડિતાને અને તેના પરિવારને પુરતી સુરક્ષા આપવા આદેશ સીબીઆઇને આપ્યો છે. 2017માં બનેલા કેસમાં અનેક ચ઼ડાવ ઉતાર ધાક ધમકી મારી નાખવાના પ્રયાસ જેવી ઘટનાઓ બની હતી અને પીડીતાના પરિવારે ન્યાય મેળવવા કોર્ટ સુધી જવું પડયું હતુ . અગાઉ રેપ પીડિતાનું અકસ્માત કરાવી મોત નિપજાવવાનો પ્રયાસ થયો હોવાનુ ખુલ્યુ હતુ એક ટ્રકે પીડિતાની કારને ટક્કર મારી જેને પગલે તે અને તેના વકીલ ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ ની નોધ પણ કોર્ટે લીધી હતી દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને રેપ ઉપરાંત યુવતીનું અપહરણ કરવાના આરોપોમાં પણ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે જે 25 લાખ રૂપિયાનો દંડ સેંગર પર ફટકાર્યો છે તેમાંથી 10 લાખ રૂપિયા પીડિતાને વળતર તરીકે આપવાના રહેશે. આ દંડ એક મહિનામાં આપવાનો રહેશે, જો ન આપે તો ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી વસુલાશે .તીસ હજારી કોર્ટનાં જજે સેંગરને આજીવન કેદની સજા ફટકારીતાની સાથે કુલદીપ સેંગર રડવા લાગ્યા હતા.
ઉન્નાવનો શું કેસ હતો
4 જુન, 2017ના રોજ સેંગરે પીડિતા પર રેપ કર્યો હતો.
જોકે તે સમયે પોલીસે સેંગર વિરૂદ્ધ કોઇ જ ફરિયાદ નહોતી લીધી
સેંગર ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા.
પરિવારજનોને પરેશાન કરવાનું શરૂ થયું હતું
એપ્રીલ 2018માં પીડિતાના પિતા સાથે મારપીટ કરવામાં આવી હતી
હથિયારો રાખવાના જુઠા કેસમાં ફસાવી દેવાયા
સગીરાના પિતાની ધરપકડ કરી લેવાઇ હતી.
2018માં પીડિતાએ સીએમયોગીના ઘરની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
બીજા જ દિવસે તેના પિતાનું કસ્ટડીમાં જ મોત નિપજ્યું હતું.
સજા સાંભળતા જ સેંગર કોર્ટમાં ભાંગી પડયો
જ્યારે કુલદિપ સેંગરને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓનો ચેહરો ઉતરી ગયો હતો. કોર્ટમાં કાર્યવાહી શરૂ થઇ અને જ્યારે સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે સેંગર હાથ જોડીને ઉભા હતા. તેઓએ જજ સામે અનેક આજીજી પણ કરી. નાણાકીય દંડ ઓછો કરવામાં આવે તેવી દલીલો પણ કરી જોકે તે કામ ન આવી.
.