નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) એ બુધવારે રિયા ચક્રવર્તી સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. NCBએ રિયા, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, જયા સાહા અને અન્ય એક સામે કેસ નોંધ્યો છે. બીજી તરફ અભિનેતા સુશાંત સિંહના મૃત્યુના કેસમાં CBI સુશાંતના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ અને રસોઈયા નીરજ સિંહ અને વોચમેનની પૂછપરછ કરી છે. બે પોલીસકર્મીઓની પણ પૂછપરછ કરાઈ છે. તો આ તરફમહારાષ્ટ્ર માનવાધિકાર પંચે કૂપર હોસ્પિટલ અને મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે. રિયા ચક્રવર્તીને મોર્ચુરીમાં જવાની મંજૂરી આપવા અંગે પંચે સવાલ કર્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસને પુછ્યું કે, કયા નિયમો હેઠળ રિયાને મંજૂરી અપાઈ હતી? રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી ચેટ સામે આવ્યા પછી પાંચમી તપાસ એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) પણ આ કેસમાં તપાસમાં જોડાઈ છે.