કોરોના મહામારીની વચ્ચે પણ મોતના સોદાગરો દરિયા કિનારા પર સક્રિય છે તેનો પુરાવો કચ્છ જીલ્લાના દરિયા કિનારો છે. રહસ્યમય રીતે છેલ્લા 2 માસમાં કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળી રહ્યાં છે. પણ આરોપીઓ હજુ પકડાતા નથી. રવિવારે કચ્છ પશ્ચિમ પોલીસને અબડાસાનાં દરિયાઈ વિસ્તારમાંથી ચરસના એક સાથે 85 જેટલા પેકેટ મળી આવ્યાં છે. પશ્ચિમ કચ્છ મરીન પોલીસે અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન 85 થી વધુ ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. દરિયાઈ વિસ્તારમાં હજુ પણ પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. અગાઉ પણ કચ્છના દરિયાઈ કાંઠે 200 જેટલા ચરસના પેકેટ જુદી જુદી સુરક્ષા એજન્સીએ બિનવારસુી હાલતમાં કબજે કર્યા છે. કચ્છના અબડાસા સિંધોડીના દરિયા કિનારે પણ 30 પેકેટ ચરસના મળી આવ્યા છે. બિનવારસુ ચરસના પેકેટ મરિન ટાસ્ક ફોર્સે ઝડપીને પોલીસને સોંપ્યા છે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.