અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સીએમ સાથેની મુલાકાત બાદ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા ભારે દોડધામ મચી ગઈ હતી જેમાં તાત્કાલિક તેઓ સારવાર લઈ લેતા મોટી રાહત થઈ હતી. હાલમાં ખાડિયા-જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વીડિયો મેસેજ કરીને લોકોને ટેસ્ટ કરાવવા અને સારવાર કરાવવા અપીલ કરી છે. એસવીપી હોસ્પિટલમાં થી સારવાર દરમ્યાન તેમણે વીડિયો મેસેજ આપતા કહ્યું છે કે, સારવારથી ડરશો નહી.સારી સારવાર મળે છે અને સાજા પણ થઈ જવાય છે. તેઓએ કહ્યું કે, સારવાર લેશો તો સ્વસ્થ થશો અને પરિવાર સાથે રહી શકશો. મહત્વનું છે કે 22 એપ્રિલે 9 દિવસની સારવાર બાદ પણ તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે વધુ એક રિપોર્ટ કરાશે