દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલોએ કમાણી કરવાનો ધધો શરુ કરી લીધો છે. જેમાં દેશની રાજધાની દિલ્હી પણ બાકાત નથી. આ વાતની ફરિયાદો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોચતા કોરોના બેડની બ્લેક માર્કેટિંગ કરનાર તમામ હોસ્પિટલો સામે કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓને દાખલ કરવાની ના પાડી રહી છે પણ ઉંચી ફી ભરવાની તૈયારી બતાવો તો દાખલ કરી દઈ રહી છે . કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો માફિયા બની ગયા છે તેમને તોડવામાં સમય લાગી રહ્યો છે. કેટલીક હોસ્પિટલ પાવરફુલ છે, જેમની રાજકીય પક્ષોમાં ઓળખાણ છે, હોસ્પિટલવાળા હવે ધમકી આપી રહ્યા છે પણ ઈલાજ તો કરવો જ પડશે. તે પાર્ટીઓના આકાઓથી કંઈ જ કરાવી શકે તેમ નથી. તમામ પ્રાઈવેટ હોસ્પિટલોના માલીકોને બોલાવવામાં આવી રહ્યા છે. તેમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરવો પડશે.