હાલમાં સમગ્ર રાજયમાં લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખની વિનંતીને ધ્યાનમાં રાખી ઉનાળું વેકેશન રદ્દ કરવામાં આવ્યું છે. ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ એક પરિપત્ર જાહેર કરીને નિર્ણય લીધો છે.જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા દ્વારા ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરાઈ હતી કે કોર્ટોમાં સામાન્ય સંજોગોમાં પણ કેસોની પેંડેન્સી અતિશય છે. તેમાં પણ કોરોના વાયરસની અસરના કારણે પણ કોર્ટોમાં મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે બીજી તરફ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૂજ કેસોને સુનાવણી શક્ય બની રહી છે. તેવામાં હાઈકોર્ટ અને અન્ય કોર્ટોમાં માં પેન્ડિંગ કેસોનું ભારણ અતિશય વધી જાય તેમ છે. આ રજુઆતને ધ્યાનમાં લઈને એક પરિપત્ર જાહેર કરાયો છે