ગુજરાતમાં હવે કોરોનાનો હાહાકાર મચી ગયો છે જેમાં રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા 4 દિવસમાં 49ના મોત થયા છે. જેમાં 18 એપ્રિલે 12, 19 એપ્રિલે 10, 20 એપ્રિલે 8 અને 21 એપ્રિલે 19ના મોત થયા છે. જ્યારે 22 માર્ચે પ્રથમ મોતથી લઈ 17 માર્ચ સુધીમાં 41 દર્દી મોતને ભેટ્યા છે.રાજ્યમાં સવારના 9 વાગ્યા બાદ કોરોનાના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા અપાઈ છે આ સાથે જ રાજ્યમાં કોરોનાના 2178 દર્દી થયા છે. જેમાં 90ના મોત થયા છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના સૌથી વધુ 19 દર્દીના મોત થયા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે સવારના 9 વાગ્યા બાદ રાજ્યમાં 112 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 80, સુરતમાં 9, વડોદરામાં 6, અરવલ્લીમાં 4, બનાસકાંઠામાં 5, ભરૂચ બોટાદમાં 2, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે. જ્યારે આજે 13ના મોત થયા છે અને 8 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કુલ 2178 દર્દીમાંથી 90ના મોત થયા છે. જ્યારે 14 વેન્ટીલેટર દર્દી પર અને 1935ની હાલત સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 139 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 239ના રિપોર્ટ પોઝિટિવ અને 3274ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 36829 ટેસ્ટ કર્યાં છે અને 2178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 3465ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.