વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 62.90 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.74 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 28.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. મલેશિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના વાઈરસથી એકપણ મોત થયું નથી. એક દિવસમાં 38 નવા કેસ નોંધાયા છે. મલેશિયામાં કુલ 7857 કેસ નોંધાયા છે અને 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝીલમાં અમેરિકા એક હજાર વેન્ટિલેટર મોકલશે. કતારમાં 24 કલાકમાં 1648 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. સરકાર બે વાર સ્કૂલો બંધ કરી ચૂકી છે.
અમેરિકામાં 6 લાખને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 18.37 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 6 હજાર 195 લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. જાપાનમાં 33 નવા કેસ નોંધાયા છે. જેમાં એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં કુલ 17 હજાર 597 કેસ નોંધાયા છે અને 905 લોકોના મોત થયા છે. દેશમાં સ્કૂલ અને ધંધા ખોલવામાં આવી રહ્યા છે.