વિશ્વભરમાં કોરોના વાઈરસના કહેરથી બચવા પોતાના જ ઘરમાં લોકડાઉન થઈ ગયા છે ત્.ારે મનોરંજન માર્કેટની ફુલ કમાણી થઈ રહી છે તેમાંય ઓનલાઈન ગેમ્સ અને ઓનલાઈન ફિલ્મના આંકડા હવે અબજોમાં પહોચ્યાં છે. જેમાં પહેલુ નામ OTT પ્લેટફોર્મ નેટફ્લીક્સ કંપનીનું છે 2020ના પહેલા ત્રણ મહિનામાં આ કંપનીએ 709 મિલિયન ડોલરની કમાણી કરી છે. આ કંપનીની આવકમાં સીધો જ 28 ટકા વધારો થયો છે. અત્યાર સુધી નેટફલીક્સ માધ્યમ માત્ર જરુરિયાત પુરતુ સિમિત હતું પણ હવે લોકડાઉનમાં જાણે કે નેટફલીક્સ એક અનિવાર્ય માધ્યમ બની ગયું છે. નીલ્સનના અહેવાલ મુજબ, કોરોના વાયરસ પત્યા પછી પણ લગભગ 64% લોકો થિયેટરોમાં મૂવી જોવાને બદલે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરશે. અગાઉ નેટફ્લિક્સે પેરેંટલ હેલ્પ, ગાર્ડિયન અને એલ્ડર જેવી સુવિધાઓ ઉભી કરી હતી. આ ઉપરાંત ટીનએજર માટે ટીવી શોઝ અને મૂવી પ્લેટફોર્મ્સ પણ શરૂ કરાયા છે આમાં ડિઝની+, ડિઝનીની નવી સ્ટ્રીમિંગ સેવા શરૂ કરાઈ છે. બીજી બાજુ મોટાભાગના મોલ્સ બંધ થઈ ગયા છે ત્યારે ઓનલાઈન ગ્રોસરી કંપનીઓનો નફો પણ વધી ગયો છે