ગુજરાત પોલીસે 4 દિવસોમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન અને જાહેરમાં થૂંકવા બદલ નાગરિકો પાસેથી 2.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ, 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી દંડ પેટે 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટ મુજબ, રાજ્યમાં કોવિડ-19થી સંબંધિત ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન રોજના એવરેજ 6600 લોકોને દંડ કરાયો હતો. અધિકારીના કહેવા મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન કરીને ફરતા અને જાહેરમાં થૂંકનારા 26761 લોકો પાસેથી આ 4 દિવસમાં 2.66 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા છે.