આ વરસે ગુગલ પર સૌથી વધુ સર્ચમાં પહેલા નંબરે વિશ્વ કપ કિક્રેટ રહ્યો છે અલગ અલગ કેટેગરીના સર્ચ પર નજર કરો તો ગત વરસે ફીફાને પછાડીને વર્લ્ડ કપ પહેલા નંબરે રહ્યો. બાદમાં બીજા ક્રમે લોકસભા ઈલેકશન, ત્રીજા ક્રમે ચંદ્રયાન-2, ચોથા ક્રમે કબીરસિંઘ ફિલ્મ અને પાંચમાં ક્રમે એવેન્જરર્સ એન્ડગેમ રહ્યાં.
પર્સનાલીટીમાં અભિનંદન સિંઘ બીજા ક્રમે લતા મંગેશકર ત્રીજા ક્રમે યુવરાજસિંહ અને ચોથા ક્રમે સુપર-30 ફેઈમ આંનદકુમાર પાંચમાં ક્રમે વિકી કૌશલ રહ્યાં. ફિલ્મ કેટેગરીમાં કબીરસિંઘ, એવેન્જર એન્ડ ગેમ અને જોકર અવ્વલ રહ્યાં. સાથે કેપ્ટન માર્વેલ અને સુપર -30 ફિલ્મ પણ છવાઈ. ગીત કેટેગરીમાં સૌથી પ્રથમ નંબરે લે ફોટો લે અને બીજા નંબરે રાનુ મંડલનુ તેરી મેરી કહાની ગીત રહ્યું. સમાચારની કેટેગરીમાં લોકસભા ઈલેકશન રિઝલ્ટ અને બીજાનંબરે ચંદ્રયાન-2 ત્રીજા ક્રમે આર્ટીકલ-370 રહ્યાં. સાથોસાથ ગુગલની લોકપ્રિય સેવા નીયર મી કેટેગરીમાં ડાન્સ કલાસીસ અને સલુન નીયર મી સર્ચમાં રહ્યાં છે.