ગુજરાતમાં લોકડાઉનની ચર્ચાઓ શરુ થતા ફરી વાર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર શુ શું પગલા લઈ રહી છે અને લેવા જઈ રહી છે તેની ચર્ચા કરશે સાથોસાથ હાલમાં 29 જેટલા શહેરમાં જે સંચાર બંધી લાગુ કરાઈ છે તેને આગળ વધારવી કે નહી તેની પણ ચર્ચા કરવાની શકયતા છે. હાલમાં રાજયભરમાં આંશિક પ્રતિબંધોને લાગુ કરી દેવાયા છે તેને વધુ કડક બનાવવા કે હળવા કરવા તે અંગે પણ કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે. રાજ્યના મુયમંચ્રી વિજય રુપાણીએ પોતાની જૂનાગઢ મુલાકાત દરમિયાન કહ્યું છે કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. એટેલે કે રાજ્ય સરકારની આજે જે બેઠક મળશે તેમાં લોકડાઉનને લઇને નિર્ણય કરાશે