રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા હવે ગરમીનો કારમો રાઉન્ડ શરુ થયો છે. ગુજરાતમાં અનેક શહેરોમાં હીટવેવની આગાહી જાહેર થઈ છે તો અમદાવાદમાં શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રીને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં ગરમીનુ પ્રમાણ 43 થી લઇને 45 ડીગ્રી સુધી રહેવાની આગાહી છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા, રાજકોટ, ભુજ, કંડલા સહિતના સ્થળોએ 44 ડીગ્રી ગરમી પહોચી રહી છે જયારે સૌથી નીચુ તાપમાન દરિયા કિનારાના સ્થળો ઓખા, દ્રારકા, વેરાવળમાં 31 ડીગ્રી રહેવા પામ્યુ છે. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અન્ય શહેરોમાં ત્રણ દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને આવી સ્થિતિમાં નાના બાળકો, વૃ્ધ્ધો અને સર્ગભા મહિલાઓએ બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. ગરમીમાં લુ થી બચવા લીકવીડ ખુબ જ લેવા, કોટનના કપડા પહેરવા, ઠંડા રુમનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.