રાજયમાં ખેડૂતો માટે અચ્છે દિન શરુ થયા છે. ગુજરાત સરકાર દ્વારા તુવેર અને ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. તુવેરની ખરીદી માટે તા. 1થી 5 મે દરમિયાન કરાશે. જયારે ચણા અને રાયડાની ખરીદી પણ તા. 1મે થી કરાશે .રાજ્યના અ્ન્ન અ્ને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તુવેરની ખરીદી અગાઉ તા. 1 જાન્યુઆરીથી તા. 30મી જાન્યુઆરી દરમિયાન હાથ ધરી હતી. લોકડાઉન પહેલાં 16345 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું અને 23મી માર્ચ સુધીમાં 3881 ખેડૂત પાસેથી આશરે 6580 મેટ્રીક ટન તુવેરની ખરીદી કરાઇ હતી. હવે બાકી રહેલા 12467 ખેડૂત પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી 1થી 5 મે દરમિયાન ખરીદી કરાશે. ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી પણ 1 મેથી કરાશે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિતના મંત્રીઓની હાજરીમાં જ વિડીયોકોન્ફરન્સ બેઠકમાં આયોજન કરાયુ હતું.