ગુજરાત આવશે અમિત શાહ, કચ્છ રણોત્સવમાં વિતાવશે 2 દિવસ

એન્કર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી કચ્છમાં 2 દિવસ રોકાણ કરશે.આ વખતે તેઓ કચ્છના રણોત્સવમાં હાજરી આપશે. 12 નવેમ્બરે ધોરડો ખાતે યોજનારા કાર્યક્રમ અંતર્ગત  રોકાણ કરશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ તા. 11 નવેમ્બરના રોજ રાત્રે ધોરડો આવશે. ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ કચ્છમાં આવશે અને ધોરડોની તંબુ નગરીમાં રાતવાસો કરે તેની તૈયારીઓ હાલ કચ્છમાં શરૂ કરી દેવાઈ છે. બીજા દિવસે 12મીના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલ મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી મૂકી શકે છે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે. સરહદી ગામોના વિકાસ માટે મળતાં નાણાં કઇ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. પોતાના સંબોધનમાં BADP ની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાંનો ઉપયોગ થાય એ બાબતે સમજ આપશે. બાદમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે ધોરડોમાં જ ભોજન લઇને પરત જાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *