ગુજરાત ATS દ્રારા અત્યાર સુધીનો સૌથી મોટો હથિયારનો જથ્થો ઝડપી લીધો છે આ સાથે કુલ 9 શખ્સોની પણ ધરપકડ કરી છે આ કેસના માસ્ટર માઈન્ડ ગન ડીલર તરુણ ગુપ્તાની કસ્ટડી પણ એટીએસે કચ્છ પોલીસ પાસેથી મેળવી લીધી છે. એટીએસની મળેલી બાતમીના આધારે અમદાવાદમાંથી મુસ્તાક બલોચ અને વાહિદ પઠાણને 2 રિવોલ્વર સાથે ઝડપી લીધા હતા તેમની પુછપરછમાં બન્ને અલગ અલગ જીલ્લામાં કુલ 7 લોકોને હથિયારો વેચ્યાં હતા જેમાં અમદાવાદના ગન ડીલર તરુણ ગુપ્તાની મોટી ભુમિકા હતી. જેને આઘારે એટીએસની ટીમે કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરીને 80 લાખની કિમતના 54 રિવોલ્વર અને રાઈફલ કબજે કરી છે. ઝડપાયેલા હથિયારોમાં મોટાભાગના હથિયાર ઓટોમેટિક/વિદેશી છે. 12 દિવસ પહેલા નખત્રાણામાં મોરની શિકાર કરવા જતાં બે શખ્સોને રાઈફલ સાથે પોલીસે ઝડપી લીધા હતા બાદમાં તેમની પુછપરછ કરતાં સૌથી મોટુ હથિયારોની હેરાફેરીનું રેકેટ ખુલ્યું હતું. રથયાત્રા પહેલા ગુજરાતમાં હથિયારોનું મોટું કનેક્શન હાથ લાગ્યું છે. ગુજરાતના એન્ટી ટેરરીસ્ટ સ્કોર્ડે અનેક જિલ્લાઓમાંથી હથિયારોની હેરાફેરી પકડી પાડી છે. છેલ્લા 9 દિવસમાં આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે, જેમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં એટીએસની ટીમે અમદાવાદ, ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલીમાંથી ઝડપાયેલા હથિયારોને એફએસએલમાં મોકલી અપાયાં છે. જેમાં ગુનાખોરી માટે કેટલા હથિયારો ઉપયોગમાં લેવાયા છે તેનો પર્દાફાશ થશે.