ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી થોડા સમય માટે ગાયબ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી હતી .ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરાયો પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે, કારણ કે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની નજરમાં આવી હતી ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે.