સુપર સ્ટાર સલમાન ખાને દબંગ-3માં ધમાકેદાર પરફોર્મેન્સ આપીને દર્શકોની વાહવાહી લૂંટી લીધી છે અને ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પણ છવાઈ ગઈ છે. ચુલબુલ પાંડેના રોલમાં સલમાન ફરી છવાઈ ગયો છે અને 3 દિવસમાં 70 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. સલમાનની સાથે સોનાક્ષી સિંહા તો છે પણ પ્રથમ વાર સંઈ માંજરેકર અને વિલનની ભુમિકામાં સુદીપ કિચ્ચાએ કામ કર્યુ છે. સાથે અરબાઝ ખાન, ડીમ્પલ કાપડીયા પણ છે. ચુલબુલ પાંડેના રોલમાં સલમાન, રજોની ભુમિકામાં સોનાક્ષી, ખુશીના રોલમાં સંઈ, બાલીના રોલમાં સુદીપ , મખ્ખીના રોલમાં અરબાઝ ખાને કામ કર્યુ છે. પ્રભુદેવાના દિર્ગદશનમાં આ ફિલ્મ ફરી સુપરહીટ સાબિત થવા જઈ રહી છે પ્રભુ દેવાએ પણ એક સોંગમાં સલમાન સાથે ડાન્સ કર્યો છે ગીતોની સાથે ફાઈટીંગના સીન પણ એકસ્ટ્રા ઓર્ડીનરી છે.