ઝારખંડના દુમકા જિલ્લામાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં પોક્સો કોર્ટે ત્રણ આરોપીઓને મોતની સજા સંભળાવી છે. આ કેસમાં 16 સાક્ષીઓના નિવેદન લીધા બાદ કોર્ટે આરોપીઓને મોતની સજા ફટકારી છે. મહત્વનું છે કે આ પ્રકારની ઝડપી કોર્ટ કાર્યવાહી પ્રથમ વાર જ નોધાઈ છે. ઝારખંડમાં આ પ્રકારના કેસમાં કોર્ટે માત્ર 28 દિવસમાં સજા સંભળાવી હોય. સરસ્વતી પૂજાના અવસરે લાગેલા મેળામાં ફરવા લઇ જવાને બહાને બાળકીના દૂરના સગા અને બે સાથીઓએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હતી. લાંબા સમયે બાળકી ઘરે ન આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી, જ્યાં પોલીસ તપાસમાં બાળકીનો મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આરોપી સગો હત્યા કર્યા પછી મુંબઇ ભાગી ગયો હતો જ્યાં ઝારખંડ પોલીસે મુંબઇ પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી. આ ગુનામાં સામેલ આરોપીના બંને સાથીઓને પણ પોલીસે ઝડપી લીધા હતા.