ટાઇગર શ્રોફની ફિલ્મ હિરોપંતી 2 નું ટ્રેલર જબરદસ્ત છે.અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મ ટાઈગર શ્રોફની 2014માં રિલીઝ થયેલી હિરોપંતીની સિક્વલ છે. બબલૂની ભૂમિકામાં એક્ટર ફરી જોવા મળશે. ફિલ્મ હિરોપંતિ 2 નું ટ્રેલર રિલિઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં નવાઝુદ્દીનની એક્ટીંગ પણ શાનદાર છે. ફિલ્મમાં તે લૈલા નામના વિલનનો અભિનય કરતો જોવા મળી રહ્યો છે. જે સાયબર ક્રાઇમની દુનિયા પાછળનો વ્યક્તિ છે. ટાઇગર શ્રોફ હીરોપંતી 2 માં અગાઉ ક્યારેય ન જોયેલી ભૂમિકા ભજવતો જોવા મળશે. બીજી તરફ, ટાઈગર શ્રોફ લૈલા સામે લડવાના મિશન પર હોય તેવું લાગે રહ્યું છે.. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે તારા સુતરિયા રોમાન્સ કરતી જોવા મળશે, જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્વનો રોલ ફિલ્મમાં નિભાવી રહ્યાં છે. ફિલ્મમાં તેના સ્ટંટ અને ડાન્સ લોકોને ખૂબ પસંદ આવે છે. તેના સ્ટંટ ચાહકોને સ્તબ્ધ કરે છે. એક્ટરે પોતાના ટ્વીટર પર ફિલ્મ હિરોપંતિ 2 ના ટ્રેલરને શેર કરતાં લખે છે કે, “ બબલુ ઢુંઢને સે નહી કિસ્મત સે મિલતા હૈ , ઔર આપકી કિસ્મત હૈ અચ્છી…ક્યોંકી આ રહા હું મેં આપસે મિલને ઇસ ઇદ ”