ટાટાના હાથમાં 68 વરસ બાદ એર ઈન્ડીયા પરત આવવી તે ઘટના ફિલ્મી કહાનીથી કમ નથી તાજેતરમાં તારીખ 8 ઓક્ટોબર શુક્રવારે ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા એક ટ્વિટ કરીને લખ્યુ હતુ “વેલકમ બેક એર ઈન્ડિયા” અસલમાં વરસોથી નુકશાનમાં ચાલી રહેલી સરકારી એર ઈન્ડિયા ફરી 18 હજાર કરોડમાં ટાટા સન્સ પાસે પરત આવી ગઈ. હવે ફલેશ બેક પર નજર કરો .નવેમ્બર 1952 એક લંચ દરમિયાન જ્યાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને જેઆરડી ટાટા હાજર હતા, તે વખતે જેઆરડી ટાટાએ નેહરૂને કહ્યું કે, સરકારે જાણીજોઈને ટાટા સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. આ ટાટાની એર સેવાઓને કચડવાની સુનિયોજિત કોશિશ છે. પરંતુ નેહરૂએ કહ્યું હતુ કે સરકારનો એવો કોઈ જ ઈરાદો નથી. અસલમાં ટાટાની સરકાર પ્રત્યેની નારાજગી હતી કેમ કે, નેહરૂ ભારતીય એરલાઈન એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવા ઈચ્છતા હતા.
જેઆરડી પોતાના મિત્રો સાથે મળીને ટાટા એર મેલ નામની કંપની શરૂ કરી જેમાં બે સેકેન્ડ હેંડ સિંગલ એન્જિન એર ક્રાફ્ટ ખરીદી લીધા બાદમાં 11 લોકો સ્ટાફના બે પાયલટ, ત્રણ એન્જિનિયર, ચાર કુલી અને બે ચોકીદાર નિયુક્ત પણ થયા હતા. 15 ઓક્ટોબર 1932 ટાટા એર મેલ પોતાની પહેલા ઉડાન કરાચીથી મુંબઈ સુધી ભરી હતી જેના પ્રથમ પાઈલટ પણ જેઆરડી ટાટા હતા. . 1938 આવતા-આવતા કંપનીનું નામ ટાટા એરલાઈન્સ થઇ ગયુ હતુ.
અથાક મહેનતથી વર્ષ 1946માં કંપનીનું નામ વિશ્વભરમાં ચમકી ગયુ. એર ઈન્ડિયા અને તેની સાથે જ આને પબ્લિક કંપની બનાવી દેવાઈ હતી બાદમાં આંતરાષ્ટ્રીય ઉડાનો માટે ટાટા સરકાર સાથે મળીને એર ઈન્ડિયા ઈન્ટરનેશનલની રચના કરાઈ હતી સમયાતરે ટાટા અને સરકાર વચ્ચે કરાર થયા હતા જેમાં એર ઈન્ડિયાના 49 ટકાની ભાગીદારી સરકાર પોતાની પાસે રાખી હતી
2007 આવતા-આવતા એર ઈન્ડિયા ખુબ જ ખરાબ રીતે નુકશાનમાં ચાલતી હતી જેથી સરકારે ઈન્ડિયન એરલાઈન્સ સાથે વિલય કરાવીને મોટુ નુકસાન કરી દીધુ. પોતાના પગ પર મોટો કુહાડો મારી દીધો જોતજોતામાં એર ઈન્ડિયાનુ નુકસાન પ્રતિદિવસ લગભગ 20 કરોડ પર પહોચી ગયુ હતુ. ટાટા સન્સે અંતે 68 વર્ષે ફરી એક વખત પોતે સ્થાપેલી એર ઈન્ડિયાનું સુકાન સંભાળી લીધુ છે. કેન્દ્ર સરકારે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા માટે તાતા સન્સની રૂ. 18,000 કરોડની બોલી સ્વીકારી લીધી છે.