ગુજરાતમાં તહેવાર સમયે લૂંટ અને ચોરી કરતી સંગાડા ગેંગના બે સાગરિત ઝડપાઈ ગયા છે. તહેવાર દરમ્યાન આ ગેંગ નાગરિકોને શિકાર બનાવવામા માહિર છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે સંગાડા ગેંગના બે શખ્સોને ચોરીના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.દિવાળીના તહેવારને ધ્યાને લઈ અમદાવાદ રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે સંગાડા ગેંગના અજય સંગાડા અને કન્યા મેડાને ચોરીના ચાંદીના દાગીના કિંમત રૂા.૫૮,૮૫૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં. તેમની વધુ પુછપરછ માં બહાર આવ્યુ કે મહિના પહેલા સેલાથી ધુમા જતાં રોડ પર બાઈકચાલક સોનીને નીચે પાડી તેની પાસેથી આ દાગીનાની લુંટ ચલાવી હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર ઓપરેશનને એલસીબી પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ એમ.પી.ચૌહાણ, આર.એસ.સેલાણા, જી.એમ.પાવરા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી