દસ હજાર ફીટ કરતા વધારે ઊંચાઈએ આવેલી જગતની સૌથી મોટી હાઈવે ટનલ અટલ ટનલનું વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા ઉદ્ઘાટન કરાયુ હતું . આ ટનલને કારણે મનાલીથી લેહ વચ્ચેનું અંતર ઘટી જશે, મનાલી-લેહ વચ્ચેનો રસ્તો શિયાળામાં બંધ થઈ જતો હતો એ પ્રશ્ન પણ ઉકલી જશે. આ ટનલ શરુ થવાથી પ્રવાસીઓને મોટો લાભ થશે. જ્યારે લદ્દાખ સરહદે સંરક્ષણ સામગ્રી અને સૈન્યની હેરાફેરી પણ ઝડપી અને સુગમ બનશે. 9.02 કિલોમીટર આ ટનલ ભારતીય સંરક્ષણ વિભાગના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરાઈ હતી આ તકે વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતુ કે કોંગ્રેસની સરકાર 2004થી 2014 સુધી સત્તામાં હતી, પરંતુ તેમણે રાષ્ટ્રની સુરક્ષાને ક્યારેય પ્રાધાન્ય આપ્યું નહીં, માટે ટનલ પણ તૈયાર થવા ન દીધી. મનાલીથી લેહ જતો રસ્તો પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. પરંતુ એ રસ્તેે બરફ જામી જતો હોવાથી શિયાળામાં ચાર-છ મહિના રસ્તો બંધ રાખવો પડે છે. પરંતુ આ ટનલ બારેમાસ કામ આપે એવી છે, એટલે હવે અવિરત પ્રવાસ કરી શકાશે. ટનલને કારણેે મનાલી-લેહ વચ્ચેની સફરમાં 46 કિલોમીટર અને પાંચેક કલાક જેટલા સમયનો બચાવ થશે.
2002માં ટનલની શરૂઆત અટલ બિહારી વાજયેપીએ કરાવી હતી. કોંગ્રેસની સરકાર સત્તામાં રહી ત્યાં સુધીમાં ટનલનું માંડ 1300 મિટર કામ થયું હતું. મોદીએ કહ્યુ હતું કો કોંગ્રેસની સરકાર જ બનાવતી હોત તો આ ટલન 2040માં પુરી થઈ હોત. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ટનલનું વ્યુહાત્મક મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે સરહદે ફરજ બજાવતા સૈનિકોને ઝડપથી ખોરાક-પાણીનો પુરવઠો મોકલી શકાશે.