દેશમાં નવેમ્બરમાં કોરોના ચરમસીમાએ પહોંચશે – ICMR

ભારતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ સહિતના રાજયમાં સૌથી વધુ કેસ હાલમાં નોધાઈ રહયા છે ત્યારે કોરોના મહામારી ઘટવાના બદલે આગામી નવેમ્બર મધ્યમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જે દરમિયાન ‘આઈસીયુ બેડ’ અને વેન્ટિલેટરની પણ અછત પડી શકે છે એવો ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદએ એક અભ્યાસમાં દાવો કર્યો છે. એક અભ્યાસ મુજબ લોકડાઉનના કારણે કોવિડ 19 મહામારી આઠ અઠવાડિયા મોડી પોતાની ચરમસીમાએ પહોંચશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંઘાન પરિષદ (ICMR) દ્વાર રચાયેલા ‘ઓપરેશન રિસર્ચ ગ્રુપ’ના રિસર્ચર્સે કહયુ છે કે દેશમા લોકડાઉને મહામારીને ચરમસીમાએ પહોંચવામાં 34 દિવસથી આગળ વધારીને 76 દિવસ કર્યાં.  લોકડાઉને સંક્રમણના કેસોને 69 ટકાથી 97 ટકા સુધી ઓછા કર્યાં, જેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીને સંસાધન ભેગા કરવામાં અને માળખાગત સુવિધાને મજબુત કરવામાં મદદ મળી. લોકડાઉન બાદ જન સ્વાસ્થ્ય ઉપાયોને વધારવા અને તેના 60 ટકા સફળ રહેવાની સ્થિતિમાં મહામારી નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં પોતાની ચરમસીમાએ પહોંચી શકે છે. ત્યારબાદ 5.4 મહિના માટે આઈસોલેશન બેડ, 4.6 મહિના માટે આઈસીયુ બેડ અને 3.9 મહિના માટે વેન્ટિલેટર ઓછા પડી જશે. જેને લઈને દરેક ભારતીયોએ હવે વધુ સાવધ થવાની જરુર છે અને સરકારની ગાઈડલાઈનનુ ચુસ્તપણે અમલ કરવાની તાતી જરુરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *