અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં એક અજીબ ગરીબ બનાવ બન્યો હતો બપોરે 12 વાગ્યાની આસપાસ નરોડા પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી એરિયામાં રૂપેશ નામના યુવકે દારૂ પીને ધમાલ મચાવી છે, તેવો મેસેજ મળ્યો હતો. જેને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તેને પોલીસ સ્ટેશન લાવી હતી.પોલીસ સ્ટેશન પહોચતાની સાથે જ રુપેશે સીધો ચેમ્બરના કાચમાં માથુ અથડાવ્યુ હતુ અને લોહીલુહાણથઈ ગયો હતો આ તમામ હરકત તેની સીસી ટીવીમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે તે બચી શકયો નહોતો. આ પ્રકારનો બનાવ અમદાવાદમાં પ્રથમ વાર જ બન્યો છે