ગુજરાત રાજ્યમાં બર્ડ ફ્લૂએ દસ્તક આપ્યા બાદ રાજ્યભરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર પણ તકેદારીના ભાગરૂપે હરકતમાં આવી ગયું છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી બાદ હવે ગણદેવી તાલુકામાં પણ કાગડાઓનો મોતથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગણદેવી તાલુકામાં ત્રણ જેટલા કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને લઇને બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે. મૃત કાગડાઓનો સેમ્પલ ભોપાલ મોકલાયા છે ચીખલી તાલુકામાં 12 જેટલા કાગડાના મોત નીપજ્યાં હતા અને તેના સેમ્પલ ભોપાલ ટેસ્ટિંગ અર્થે મોકલાયા છે. તેવામાં હવે ગણદેવી તાલુકાના ગોયડી ગામે ત્રણ કાગડાઓના શંકાસ્પદ મોત થયા હતા. કાગડાઓના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે નવસારી જિલ્લામાંથી અત્યારસુધીમાં 3 જેટલા કાગડાઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે ભોપાલ મોકલાયા છે અને આ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.