અનેક વિવાદોમાં આવી ગયેલી બિગ બોસ ફેમ અભિનેત્રી પાયલ રોહતગીને ફેસબુક પર કરેલી ટીપ્પણી ભારે પડી ગઈ છે રાજસ્થાનના બુંદી જીલ્લાની પોલીસે નહેરૂ અને ગાંધી પરિવારના સભ્યો સામે અઘટિત ટિપ્પણી કરવાના આરોપસર પાયલ રોહતગીની ધરપકડ કરી છે. અને 24 મી ડિસેમબર સુધી જયુડીશીયલ કસ્ટડી થઈ હતી હબે આ કેસ માં જામીન મળ્યા છે થોડા દિવસ પહેલા પણ પાયલે ફરાર થઈ ગયેલા નિત્યાનંદની તરફેણ કરતો એક વીડીયો પણ અપલોડ કર્યો હતો. આ પહેલા રાજસ્થાનના બુંદી સદર પોલીસ સ્ટેશન દ્રારા પાયલને 5 ડિસેમ્બરે નોટીસ પાઠવીને જવાબ માંગ્યો હતો.
રાજસ્થાનમાં કોગી નેતા ચર્મેશ શર્માએ નોધાવેલી ફરિયાદના આધારે પાયલની ધરપકડ કરાઈ હતી. છેલ્લા કેટલાય સમયથી તે અમદાવાદના પોશ વિસ્તારના ફલેટમાં રહે છે. પોલીસે અંહી આવીને તેના ઘરે નોટીસ પણ લગાડી હતી. ધરપકડની વાત પાયલ રોહતગીએ જાતે જ કરીને સોશ્યલ મીડીયા પર અનેક સવાલો પણ ઉઠાવ્યાં છે. પાયલ કહી રહી છે કે અભિવ્યક્તિ આઝાદીની મઝાક છે
પાયલ પર મોતીલાલ નહેરૂની સાથે જવારલાલ નહેરૂ તથા ઈન્દિરા અને રાજીવ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. પાયલે આ વીડિયો 21 સપ્ટેમ્બરે ફેસબૂક પર અપલોડ કર્યો હતો.તેના કહેવા મુજબ આ જાણકારી ગુગલમાંથી લીધી હતી