નાસાએ બનાવ્યું અંતરિક્ષયાત્રીઓ માટે 174 કરોડનું ‘સ્પેસ ટોઇલેટ’

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રીઓ માટે નવું ‘સ્પેસ ટોઇલેટ’ બનાવ્યું છે. આ ટોઇલેટની કિંમત 174 કરોડ રૂપિયા છે. 6 વર્ષ પછી બનેલું નાસાનું આટલું મોંઘુ ટોઇલેટ સ્પેસ સ્ટેશનમાં સપ્ટેમ્બર મહિનાથી ઉપયોગમાં લેવાશે. છેલ્લા ઘણા સમયથી સ્પેસ સ્ટેશનમાં પુરુષોની સાથોસાથ મહિલાઓની અવર-જવર પણ વધી ગઈ છે. આથી નાસાએ 6 વર્ષના રિસર્ચ પછી એક નવું ટોઇલેટ બનાવ્યું છે. આ ટોઇલેટને મહિલાઓ અને પુરુષો એમ બંને ઉપયોગમાં લઇ શકશે. નાસાએ આ ટોઇલેટનું નામ ‘યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ રાખ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આ ટોઇલેટને સ્પેસ સ્ટેશનમાં મોકલાશે. અત્યાર સુધી નાસા માઈક્રોગ્રેવિટી ટોઇલેટનો ઉપયોગ કરતા હતા. તે મળને રિસાઈકલ કરી દેતું હતું, પણ હાલના સ્પેસ ટોઈલેટમાં ફનલ-ફંક્શન સિસ્ટમ છે. નવું સ્પેસ ટોઇલેટ જગ્યા પણ ઓછી રોકે છે અને તેનું વજન પણ પહેલાંના ટોઇલેટ કરતાં ઓછું છે. તેમાં યુરિન ટ્રિટમેન્ટ સુવિધા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *