નિકોલ પોલીસે નકલી પોલીસ બની રોફ જમાવનાર બે શખ્સની ધરપકડ કરી છે. દાસ્તાન ફાર્મ પાસે પોતાના મિત્રો સાથે ઉભેલા યુવકને ડ્રગ્ઝ લો છો તેમ કહી નકલી પોલીસે યુવકને દમ માર્યો હતો. આ બન્ને શખ્સોએ પોલીસની ઓળખ આપી પહેલા રૂ.7000ની માંગણી કરી અને બાદમાં છેલ્લે 35,000 રૂપિયા માંગ્યા હતા. જેને પગલે નિકોલ પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.