ન્યૂ યોર્કના ઝૂમાં વધુ 4 વાઘ અને 3 સિંહ કોરોના પોઝિટિવ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે અજગરી ભરડો લઈ લીધો છે ત્યારે હવે પેટ એનિમલની સાથે સાથે જંગલી પ્રાણીઓમાં પણ કોરોના જોવા મળ્યો છે જેને લઈને ભારે ચિંતાનો વિષય બની ગયો છે. ન્યૂ યોર્કની બે પાલતુ બિલાડીઓમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બિલ્લીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેને ઘરના કે પાડોશના કોઈ કોરોના પોઝિટિવ માણસ પાસેથી આ ચેપ લાગ્યો હોઈ શકે તેવું મનાઈ રહ્યું છે. બીજી એક ઘટનામાં ન્યૂ યોર્કના જ બ્રોન્ક્સ ઝૂમાં 4 વાઘ અને 3 સિંહ પણ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું છે. અગાઉ આ જ ઝૂમાં નાદિયા નામની ચાર વર્ષની વાઘણ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જો કે આ મુદ્દે CDCના અધિકારી ડૉ. કેસી બાર્ટનનુ કહેવુ છે કે હજી સુધી પ્રાણીઓથી માણસમાં કોરોનાવાઈરસ ફેલાવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી તેથી આ મુદ્દે કઈ પણ કહેવુ જલ્દી કહેવાશે લોકોએ પાલતુ પ્રાણીઓથી ગભરાવું ન જોઈએ. 5 એપ્રિલના રોજ બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલયમાં 4 વર્ષની નાદિયા નામની વાઘણ કોરોના પોઝિટિવ મળી આવી હતી. ઝૂના વેટરિનરી ડોક્ટર પૉલ કેલેના કહેવા પ્રમાણે નાદિયાને ઝૂના એક કર્મચારીનો ચેપ લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *