ભારતમાં તમામ તહેવાર લોકો હળી મળીને ઉજવે છે તેમાંય જયારે પવિત્ર રમઝાન કે શ્રાવણ માસ આવે ત્યારે ભક્તિમય માહોલ બની જાય છે. જે રીતે ભારતના રાજયો અલગ અલગ છે તેમ તેની સંસ્કૃતિ અને તહેવારો પણ. જેમાં રમઝાન માસનું એક અનેરું મહત્વ છે. જે આપણાં ભારત દેશમાં ઉત્સવરૂપે ઉજવાય છે.રમઝાન એ મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન મહિનો છે. તેમાં નમાજ, અતા અને ઈબાદત મુખ્ય છે. રમઝાન માસને બહુજ પવિત્ર મનાય છે. જે મુસ્લિમ કેલેન્ડર મુજબ નવમો મહિનો છે. મુસ્લિમ ધર્મમાં ચાંદનું મહત્વ વિશેષ હોય છે. રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો એક-બીજાને પ્રેમથી મળે છે. એવી માન્યતા છે કે, આ દિવસે અલ્લાહએ તેમના અનુયાયોને ‘કુરાન શરીફ’થી નવઝ્યા હતા, તેથીજ આ મહિનાને પવિત્ર મનાય છે. જેમાં અલ્લાહ માટે રોઝા અદા કરાય છે. જેને મુસ્લિમ પરિવારોના નાનાથી લઇ મોટા સદસ્ય પુરેપુરી નિષ્ઠાથી નીભાવે છે. ઇસ્લામ ધર્મ મુજબ મુસલમાનનો મતલબ “मुसल-ए-इमान” થાય છે. જેનો અર્થ છે, “જેનુ ઇમાન પાકુ છે તે”. ઇસ્લામ ધર્મમાં સારા માણસ બનવા માટે પહેલા મુસલમાન બનવું જરૂરી છે અને મુસલમાન બન્યા પછી પાંચ કર્તવ્યોને પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જેમાં પહેલું વિશ્વાસ(ઈમાન), બીજું નમાઝ, ત્રીજું રોઝો, ચોથું હજ અને પાંચમું જકાત(દાન). ઇસ્લામના આ પાંચ કર્તવ્ય વ્યક્તિને પ્રેમ, સહાનુભૂતિ, સહાયતા અને એકતાની પ્રેરણા આપે છે.ના રાગ દ્વેશ ભૂલીને ભાઇની જેમ એકબીજાને ગળે મળી રમઝાન મહિનો મનાવે છે. ભારતમાં રોજા દરમ્યાન સાંજે તમામ બજારો ખુલ્લા હોય છે અને મુસ્લિમ બિરાદરો તેનો લાભ મોડે સુધી લેતાં હોય છે