પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી વધી ગયુ લૉકડાઉન

દેશભરમાં ઝડપી દરે કોરોનાના કેસ વધી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેને લઈને પં.બંગાળ સરકારે એકવાર ફરીથી રાજ્યમાં લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. હવે 31 જુલાઈ સુધી લૉકડાઉન રહેશે. આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાનો હાલનો ઘટનાક્રમ અને રાજ્યની સ્થિતિને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ મમતા બેનર્જીએ સરકારે લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરી લીધો છે. નક્કી શરતોની સાથે હવે 31 જુલાઈ સુધી લૉકડાઉન રહેશે. કોરોના વાયરસને કારણે ચેન્નઈ પછી ગુવાહાટી અને હવે પશ્ચિમ બંગાળે પણ લૉકડાઉન લાગૂ કરી દીધુ છે. બેંગલુરૂ સહિત અન્ય ઘણા શહેરોમાં પણ ફરીથી લૉકડાઉન લાગૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં મહાનગરોમાં કોરોનાની ગતિ વધારે હોવાને કારણે દેશમાં કોરોના વાયરસના મામલા હવે વધીને સાડા ચાર લાખની પાર પહોંચી ગયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *