પાંચ લાખથી વધુ કર્મચારીઓને રૂ. 10 હજાર ફેસ્ટિવલ એડવાન્સ

દિવાળીને ગણતરીનો દિવસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ મળી છે જેનો લાભ રાજ્યના 5 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીને સીધો લાભ મળશે. રાજ્ય સરકાર દીપાવલીના પર્વ પર તહેવારોનું વગર વ્યાજનું રૂ 10 હજાર એડવાન્સ ફેસ્ટિવલ આપશે, જેને આગામી 10 મહિનામાં 10 હપતામાં ચૂકવવાનું રહેશે. દિવાળી પર સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકે એ માટે એડવાન્સ ફેસ્ટિવલ બોનસ આપવાનું સરકારે નક્કી કર્યું છે. સરકારી કર્મચારીઓ તહેવારોને અનુલક્ષીને ચીજવસ્તુઓ અને મીઠાઈ સહિતની ખરીદી કરી શકે એ માટે નિર્ણય કરાયો છે. બજારને તેજી આપવાનો અને નાના વ્યાપારીઓને રોજગારીને વેગ આપવા સરકારી કર્મચારીઓને એડવાન્સ ફેસ્ટિવલ બોનસ અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *