અમદાવાદ 10 ડિસેમ્બર બ્રેકીગ ન્યુઝ ગુજરાત
હજુ 21 નવેમ્બરનાં રોજ આ જગ્યાથી માત્ર 10 ફુટ દુર બે સગ્ગા ભાઈને BRTSએ અડફેટે લેતા તેમના મોત થયાંના સમાચાર પુરા થયા નથી ત્યાં ફરી આ જ સ્થળે ફરી અકસ્માતની ઘટનાથ બની છે જેમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે અકસ્માતમાં પતિ સાથે જઈ રહેલાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મોતને ભેટેલા સુભદ્રાબેન લક્ષ્મણભાઈ ચોક્સી નામના મહિલા બપોરે 12.30 કલાકે પતિ સાથે યુનિવર્સિટી થી નહેરુનગર જઈ રહ્યાં હતા ત્યારે પાંજરાપોળ ચાર રસ્તા નજીક ડમ્પરની અડફેટે લેતા સુભદ્રાબહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ડમ્પર ચાલક રામ બારાઈ ભાગવાની કોશિશ કરતો હતો ત્યારે લોકો જ ઝડપી લીધો હતો. હાલમાં સેટેલાઈટ પોલીસે ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે પણ અકસ્માતનો આ સિલસિલો કયારે અટકશે તે એક સવાલ છે