આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક હચમચાવનારી ઘટના બની છે જેમાં એક પિતાએ બદલો લેવા એક જ પરિવારના છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટના વિશાખાપટ્ટનમના જટ્ટાદા ગામમાં ઘટી છે. હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આરોપી બી. અપ્પારાલજુ અને તેમના પરિવાર વચ્ચે કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તો પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારમાં જૂની દુશ્મનાવટ હતી અને મૃતક પરિવારના એક સભ્યએ કથિત રીતે હત્યાના આરોપીની દીકરી સાથે બળાત્કાર કર્યો હતો, જેની જાણકારી મળતાં જ પીડિતાના પિતા પર ગાંડપણ સવાર થઈ ગયું અને ગુસ્સામાં રોષે ભરાયને તેને રેપ કરનારના પરિવારના 6 લોકોની હત્યા કરી નાખીને હાજર થઈ ગયો છે. હાલમાં .પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે શખસે બદલો લેવા માટે એક જ પરિવારના છ લોકોની હત્યા કરી છે, જેમાં બે મહિલા, બે બાળકો અને 67 વર્ષનો એક પુરુષ સામેલ છે. જોકે મહત્ત્વની વાત એ છે કે કથિત બળાત્કારનો આરોપી ફરાર છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં દહેશત જોવા મળી રહી છે.