અમદાવાદમાં સસરા-વહુના સામાન્ય ઝઘડામાં મારામારી થઈ જેમાં સસરાને માથામાં દસ ટાંકા લેવાની ફરજ પડી છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધર્મનગરમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારી કાંતિલાલને તેમની પુત્રવધૂએ માર માર્યો હોવાની ઘટના બની હતી. પુત્રવધુએ સસરાને નજીવી બાબતની તકરારમાં શાકભાજી ભરવાનું બાસ્કેટ મારતા દસ ટાંકા પણ આવ્યા હતા. સાબરમતી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાબરમતીમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં કાંતિલાલ પુરોહિત તેમના પુત્ર સાથે રહે છે. કાંતિલાલ વર્ષ 1988માં એ.એસ.આઈ તરીકે નિવૃત્ત થયા હતાં. તેમને સંતાનમાં બે પુત્રો છે જેમાં એક પુત્ર લંડન ખાતે રહે છે. 11મીએ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના પુત્ર સંજયની પત્ની શ્રદ્ધાબહેને તેમના સસરાને પૂછ્યું કે તેઓ રૂમની સામે કેમ જોવે છે. જોકે કાંતિલાલએ કહ્યું કે તેઓ તેમના રૂમમાં જોતા નથી. આ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. બાદમાં શ્રદ્ધાબેને ઝઘડો કરી શાકભાજી ભરવાનું બાસ્કેટ માથામાં મારી દીધું હતું.