પુષ્પાનો ક્રેઝ, પાર્ટ-2 ના રાઈટસ માટે નિર્માતાને 400 કરોડની ઓફર

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ આખા દેશમાં નહિ પણ વિદેશમાં ધૂમ મચાવી હતી. પુષ્પાનો આ પહેલો પાર્ટ એટલો બધો સુપર હીટ થઈ ગયો છે ત્યારે દર્શકો હવે બીજા ભાગની રાહ જોઈ રહયાછે અલ્લુ અર્જુનના અભિનયના સૌ કોઈદિવાના થઈ ગયાછે પછી બાળક હોય કે વિદેશી ક્રિકેટરો. હવે એક મોટા કોર્પોરેટર પ્રોડક્શન હાઉસે પુષ્પાના નિર્માતાઓેને પાર્ટ ટુ માટે દરેક ભાષામાં ફિલ્મ રિલિઝ કરવાના રાઈટ માટે 400 કરોડ રુપિયાની ઓફર કરી છે.જેમાં ઓટીટી અને સેટેલાઈટ રાઈટસ તો સામેલ પણ નથી. પુષ્પાના બીજા પાર્ટ માટે આ પ્રકારની ઓફર અત્યારથી જ થઈ રહી છે .જે બતાવેવ છે કે, આ ફિલ્મનો માર્કેટમાં કેવો પ્રભાવ છે.પુષ્પા ટુ તો રિલિઝ પહેલા જ હિટ મનાઈ રહી છે. પાર્ટ વનની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ તેના હિન્દી વર્ઝને 200 કરોડ રુપિયા કરતા વધારે કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *